*ટ્રાફિક પોલીસકર્મીના ‘હીટ એન્ડ રન’ કેસમાં મોટો ખુલાસો: અંકલેશ્વર NH-૪૮ પર મોત નીપજાવી ફરાર થયેલો ટ્રક ડ્રાઇવર વિપીનકુમાર ઉર્ફે બબલું GIDCમાંથી ઝડપાયો*
અંકલેશ્વર,
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પર ટ્રાફિકનું નિયમન કરતા પોલીસકર્મી વિવેકસિંહ ડાભીને ટક્કર મારીને મોત નીપજાવનાર ટ્રક ડ્રાઇવરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.
પાનોલી નજીક ટ્રાફિક નિયમન દરમિયાન રોંગ સાઇડ જઈ રહેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે પોલીસકર્મી વિવેકસિંહ ડાભીને ટક્કર મારી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને ચાલક ફરાર થઈ ગયો હતો.
પાનોલી પોલીસે તાત્કાલિક હોટલ અને ટોલ પ્લાઝાના CCTV ફૂટેજ તપાસી શંકાસ્પદ ટ્રકને ટ્રેક કરી હતી. બાતમીના આધારે પાનોલી પોલીસે અંકલેશ્વર GIDC માંથી ટ્રક ડ્રાઇવર વિપીનકુમાર ઉર્ફે બબલું અશોકકુમારની ધરપકડ કરી છે.
પોલીસે હીટ એન્ડ રનનો ગુનો ઉકેલી આરોપીને જેલભેગો કરવાની કાર્યવાહી હાથ ધરી છે.