અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ફરી મંત્રીમંડળમાં: ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા, વતન કુડાદરા અને પંડવાઈમાં ઉત્સવનો માહોલ અંકલેશ્વર, અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન મળ્યું છે. તેમણે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ફરી મંત્રી […]
રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા દિવાળી નિમિત્તે ચોટીલાની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ૮૦૦ જોડી કપડા વિતરણ કરવામાં આવ્યા જેની શોપિંગ મોલ અને ચોટીલાના સેવાભાવી લોકોના સહયોગથી કપડા વિતરણ કરાયા (અહેવાલ : મુનાફ કલાડીયા ) દિવાળીના શુભ દિવસોમાં રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ચોટીલા ગામમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને નાની મોટી મજૂરી કે કચરો વીણવાનું કામ કરતા તેમજ નાનો […]
ફાયર સેફ્ટીની બોટલ એક્સપાયર — ડીસા માં પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે ઉઠ્યા પ્રશ્નો ડીસા શહેરમાં આવેલ કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ — ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ઓફિસમાં ફાયર સેફ્ટીની બોટલની તારીખ એક્સપાયર થઈ ગયેલી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મીડિયા દ્વારા કરાયેલ તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે ઓફિસમાં લગાવવામાં […]
અંકલેશ્વર NH-૪૮ પર ટ્રાફિકનું નિયમન કરતા પોલીસકર્મીનું અજાણ્યા વાહનની ટક્કરે ઘટનાસ્થળે જ કરુણ મોત, CCTV ફૂટેજના આધારે ચાલકની શોધખોળ કેતન મહેતા : અંકલેશ્વર, અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલી પાનોલી નજીક હીટ એન્ડ રનની એક ગંભીર ઘટનામાં ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા એક પોલીસકર્મીનું કરૂણ મૃત્યુ થયું છે. મૃતક પોલીસકર્મીનું નામ વિવેકસિંહ ડાભી હતું. […]
ઢીમા ગામની સીમમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરને મોતના મુખમાંથી ખેડૂતે બચાવી લીધો ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમા ગામની સીમમાંથી આજે એક અનોખી ઘટના બની હતી. ગામની બહારના વિસ્તારમાં કૂતરાઓની ચુકલમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવવામાં આવ્યો હતો.ખેડૂત ચૌહાણ વાઘાભાઈ હરજીભાઈએ કૂતરાઓ દ્વારા મોર પર હુમલો થતો જોઈ તરત જ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મોરને સલામત રીતે […]
શહેરા શહેરાના અણીયાદ રોડ પરથી નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટ્રકને શહેરા વનવિભાગે ઝડપી પાડી રૂપિયા ૪.લાખ કરતા વધુ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. શહેરા તાલુકામાં ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા વાહનોની હેરાફેરી અટકાવવા માટે પરિક્ષેત્ર વન અધિકારી રોહિત પટેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે,ત્યારે રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી.માલીવાડ, દલવાડા વનરક્ષક બી.ઓ.રાજપૂત […]
*વિકાસ સપ્તાહ ૨૦૨૫ બનાસકાંઠા* __________ *ચંડીસર ખાતે નશામુકત ભારત અભિયાનની ઉજવણી* __________ (માહિતી બ્યુરો, પાલનપુર) સમાચાર સંખ્યા:- ૭૯૩/૪૩ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ […]
શહેરા… શહેરા તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવીને વાડી ગામ ખાતે ભાજપ અગ્રણી હાજાભાઇ ચારણ, જિલ્લા પંચાયત સદસ્ય લીલાબેન સોલંકી સહિત ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વિકાસ રથનું સ્વાગત કરીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ.
શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે લીલા વૃક્ષ કાપી લઈ જતું ટ્રેક્ટર ઝડપાયું પોઇન્ટ ઓફ ભારત ! અહેવાલ. સિરાજુદ્દીન ખેરાડા , અરવલ્લી અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં વનવિભાગ સામે ફરી એક વાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શામળાજી આશ્રમ પાસેથી લીલા વૃક્ષો કાપીને લઈ જતું ટ્રેક્ટર શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટના કર્મચારી પ્રદીપ ચૌહાણ તથા ચેતના બા વાઘેલા […]
સૂઈગામ તાલુકા ખડોલ ગામે માનવતાનો ઉદાહરણરૂપ કાર્ય સૂઈગામ તાલુકાના ખડોલ ગામમાં થોડા સમય પહેલા બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન કરી દીધો હતો. ગામના આઠ સંતાનના પિતાનું તળાવમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું હતું. અચાનક થયેલી આ ઘટનાએ પરિવારને માનસિક તેમજ આર્થિક રીતે ઝંઝાવાતમાં ધકેલી દીધો હતો. આ વાતની જાણ થતાં થરાદ સનાતન ધર્મની […]