શહેરા…
શહેરા તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવીને વાડી ગામ ખાતે ભાજપ અગ્રણી હાજાભાઇ ચારણ, જિલ્લા પંચાયત સદસ્ય લીલાબેન સોલંકી સહિત ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વિકાસ રથનું સ્વાગત કરીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ.
શહેરા તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે તાલુકાના વાડી ગામ ખાતે તાલુકા ભાજપ અગ્રણી હાજાભાઇ ચારણ , જિલ્લા પંચાયત સદસ્ય લીલાબેન દિલીપભાઈ સોલંકી , તાલુકા પંચાયતના દંડક રામસિંહ પરમાર, સંજય કુમાર બારીયા, દિલીપભાઈ મહેરા, વાડી ગામના સરપંચ રમેશભાઈ માછી તેમજ તાલુકા વહીવટી તંત્ર સહિત આજુબાજુ ગામના સરપંચો અને ગ્રામજનો દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ અગ્રણી હાજાભાઇ ચારણ, સુરેશભાઈ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય નટુભાઈ બારીયા, રમણસિંહ રાઠોડ સહિત ઉપસ્થિત મહાનુભાવો નું ગામના સરપંચ અને અગ્રણીઓ દ્વારા ફૂલોનું બુકે આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ વિશેની માહિતી આપી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ હાજા ભાઈ ચારણ ના હસ્તે નવીન કામોનું ખાતમુહૂર્ત સાથે ભગત ફળિયામાં નવીન બનેલ સી.સી. રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વલ્લભપુર ગામના સરપંચ ગણપતભાઈ માછી, ભાજપ અગ્રણી કિરીટભાઈ બારીયા, દિલીપભાઈ સોલંકી, તરસંગ ગામના અરવિંદભાઈ સોલંકી , દિલીપભાઈ મહેરા સહિત મોટી સંખ્યામાં આજુબાજુ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ