પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટ્રકને શહેરા વનવિભાગે ઝડપી પાડી રૂપિયા ૪.લાખ કરતા વધુ નો મુદ્દામાલ કબ્જે લીધો

author
0 minutes, 0 seconds Read
Spread the love

શહેરા 

શહેરાના અણીયાદ રોડ પરથી નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટ્રકને શહેરા વનવિભાગે ઝડપી પાડી રૂપિયા ૪.લાખ કરતા વધુ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

 

 શહેરા તાલુકામાં ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા વાહનોની હેરાફેરી અટકાવવા માટે પરિક્ષેત્ર વન અધિકારી રોહિત પટેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે,ત્યારે રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી.માલીવાડ, દલવાડા વનરક્ષક બી.ઓ.રાજપૂત અને નવા ગામ વનરક્ષક એલ.ડી.રબારી સહિત વનવિભાગનો સ્ટાફ પરિક્ષેત્ર વન અધિકારી આર.વી.પટેલના માર્ગદર્શન હેઠળ ગુરૂવારની મોડી રાત્રિએ શહેરા થી અણીયાદ તરફ જતા રોડ પર નાઈટ પેટ્રોલીંગમાં હતો,તે સમય દરમ્યાન ત્યાંથી લીલા તાજા પંચરાઉ ઈમારતી લીમડાના લાકડાં ભરીને પસાર થતી એક ટ્રક નંબર જીજે ૦૯ વી ૮૩૪૩ ને રોકી ચાલક પાસે ટ્રકમાં ભરેલ લાકડા અંગે પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ નહીં કરતા ટ્રકમાં ભરેલ લાકડા ગેરકાયદે વાહતુક કરાતા હોવાનું સામે આવ્યુ હતુ 

જેથી વનવિભાગના સ્ટાફે લાકડાં ભરેલ ટ્રકને ઝડપી પાડી અંદાજીત રૂપિયા ૪ લાખ કરતા વધુ નો મુદ્દામાલ કબ્જે લઈ ટ્રકને શહેરા પરિક્ષેત્ર વન અધિકારીની કચેરીના કમ્પાઉન્ડમાં મુકવામાં આવી હતી.

 

 

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!