ઢીમા ગામની સીમમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરને મોતના મુખમાંથી ખેડૂતે બચાવી લીધો
ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમા ગામની સીમમાંથી આજે એક અનોખી ઘટના બની હતી. ગામની બહારના વિસ્તારમાં કૂતરાઓની ચુકલમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવવામાં આવ્યો હતો.ખેડૂત ચૌહાણ વાઘાભાઈ હરજીભાઈએ કૂતરાઓ દ્વારા મોર પર હુમલો થતો જોઈ તરત જ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મોરને સલામત રીતે બચાવ્યો. મોરને ઈજા થતાં ખેડૂતે પોતાના ઘરે લઈ જઈ તેની તાત્કાલિક સારવાર કરી અને ત્યારબાદ તેને સ્થાનિક પાંજરાપોળમાં સુરક્ષિત રીતે મુકાવ્યો આ કાર્યથી ગામલોકોએ ખેડૂતની આ માનવતા ભરી કામગીરીની પ્રશંસા કરી છે અને આવા જીવદયા ભાવથી પ્રેરણા લેવાની અપીલ કરી છે.
અહેવાલ વિષ્ણુ ચૌહાણ