અમીરગઢ તાલુકા ફિલ્ડ રિપોર્ટર એસોસિએશન ની પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી રામલાલ મીણા ની સર્વાનુમતે કરાઈ વરણી…..
આજ રોજ અમીરગઢ ખાતે અમીરગઢ તાલુકાના ફિલ્ડ રિપોર્ટર એસોસિએશન સંગઠનની રચના કરવામાં આવી જેમાં તાલુકા ફિલ્ડ એસોસિએશન સંગઠનના પ્રમુખ તરીકે રામલાલ મીણાની સર્વોનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમીરગઢ તાલુકા ફિલ્ડ રિપોર્ટર નાં કમલેશભાઈ વાસુ, રાજેન્દ્રસિંહ ડાભી , વિનોદસિંહ દરબાર, અરવિંદસિંહ દરબાર, જોધારસિંહ ડાભી , વિક્રમસિંહ ડાભી, રામલાલ મીણા, અજયજી ઠાકોર, સતીષભાઈ રાણા અને વિશાલભાઈ નાઈ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા આ પ્રસંગે રામલાલ મીણાને ફુલહાર પહેરાવી મોં મીઠુ કરાવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે નવા નિમાયેલા અમીરગઢ તાલુકા ફિલ્ડ રિપોર્ટર નાં પ્રમુખ રામલાલ મીણા એ જણાવ્યું હતું કે આ સંગઠન સમાજ સેવા તેમજ લોકો ને થતા અન્યાય તેમજ અન્ય બાબતો માં પડતી હાલાકી નો અવાજ સરકાર સુધી પહોંચાડી નું કામ આ સંગઠન કરશે.