અહેવાલ : અશોક દેઓલ, અમીરગઢ
અમીરગઢ ના ડાભેલા ગામમા જાગીરદાર સમાજમાં દિવાળી પેલા માતમ છવાયો
ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ટ્રાફિકનું નિયમન કરતાં પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ કરમીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં પોલીસ કર્મીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું,
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામના જાગીરદાર ડાભી દરબાર સમાજના વિવેકસિંહ રાજેન્દ્રસિંહ ડાભી નામના મૃતક પોલિસ કર્મી વતની હતા.
મૃતક પોલીસ જવાનને ડાભેલા ખાતે પોલીસ ડીપા્ટમેન્ટ દ્ધારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.
આ દુઃખદ ઘટનાના પગલે અમીરગઢ પંથકમાં શોકમય વાતારવરણ જોવા મળ્યું હતું.