અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ની 13 ગ્રામ પંચાયતો ચાર્જ ના ભરોસે જનતા ત્રાહિમામ!!!
જવાનસિંહ ઠાકોર બ્યુરો ચીફ અરવલ્લી.
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા માં કુલ 39 ગ્રામ પંચાયત આવેલી છે તેમાં માત્ર 26 તલાટી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવી રહ્યા જાણવા મળેલ છે. બાકીની 13જેટલી ગ્રામ પંચાયતોજોઈએ તો રહીયોલ, રમોસ,બાજીપુરા, નવલપુર, શામલી,નારાયણપુરા,નારાયણપુરા કંપા, બોળવાઈ,રામપુર (વડા) મલેકપુર હીરાપુરા કંપા, નવી સિણોલ ગ્રામ પંચાયતોવર્ષો થી ચાર્જમાં ચાલે છે. ઘણી નવી પંચાયતોમાં હજી સુધી સરકારમાંથી મહેકમ મંજૂર કરવામાં આવ્યું નથી. ધનસુરાતાલુકા માં કુશળ વહીવટ અને નેતૃત્વ નો અભાવ હોવાનું લોકમુખે સ્પષ્ટ ચર્ચાઈ રહ્યું છે. ગામડાના લોકોને ખાસ કરીને ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓનું ગ્રામ પંચાયત લેવલની થી કામ હોય છે ત્યારે સરકાર ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓનું જોરશોર થી પ્રમોશન કરી રહી છે ત્યારે ગ્રામ પંચાયતમાં તલાટીઓ ની અપૂરતા ને કારણે ગ્રામ પંચાયતના ખેડૂતો ને ખેતીલક્ષી સરકારી યોજનાઓનો લાભ થી વંચિત રહી જવા પામ્યા છે ત્યારે ધનસુરા તાલુકા ની તે 13જેટલી ગ્રામ પંચાયતો તલાટીઓ ના અભાવેથી આ તેર ગ્રામ પંચાયતો ના હજારો લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે ધનસુરા તાલુકા અનેક ગ્રામ પંચાયતો વર્ષોથી ચાર્જ થી ચાલે છે, ત્યારે આ ગ્રામ પંચાયતો તલાટીઓ કોઈ આકસ્મિક કારણો સર કે સરકારી કામો માં વ્યસ્ત હોય તેવા સમયે આ તલાટી વિહીન ગ્રામ પંચાયતો માં તલાટી જ્યાં સુધી હાજર ના થાય ત્યાં સુધી ગ્રામજનો નું કમ અટકી પડે છે આ વિસ્તાર ના આગેવાનો પ્રજા જાયે તો કહા જાયે ના ઘરના ના ઘટના જેવો ઘાટ થયો છે જે ગ્રામ પંચાયતો માં તલાટી ચાર્જ માં જે ગ્રામ પંચાયતો માં કાયમી તલાટી મુકવા માટે તાલુકા કક્ષાએ આ વિસ્તાર ના લોકો મૌખિક માં રજૂઆતો કરીને થાક્યા છે, કારણ કે સત્તા આગળ શાનપણ નકામું, આતલાટી નું મહેકમ ગુજરાત સરકાર મંજુર ના કરે ત્યાં સુધી આ વિસ્તાર ના લોકો જાયે તો કહા જાયે, ધનસુરા તાલુકા ની જે ગ્રામ પંચાયતો માં તલાટી ચાર્જ માં હોય ત્યાં સત્વરે સરકાર ધ્વરા કાયમી તલાટી મુકવામાં નહી આવે તો લોકો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરે તો નવાઈ નહીતેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે