*થરાદમાં ધોળા દિવસે નેશનલ હાઈવેની લાઈટો ચાલુ ઊર્જા બચાવો અભિયાનની પોલ ખુલી*
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે નેશનલ હાઈવે પર સવારે આઠ વાગ્યા સુધી સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતી જોવા મળી હતી. એક બાજુ ગુજરાત વીજ વિભાગ અને સરકાર “ઉર્જા બચાવો” જેવી રેલી અને અભિયાન ચલાવે છે, જ્યારે બીજી બાજુ ધોળા દિવસે લાઈટો ચાલુ રહેતા લોકમાં આશ્ચર્ય સાથે ગુસ્સાનો માહોલ સર્જાયો હતો.
લોકોમાં સવાલ ઉઠ્યો છે કે આ લાઈટોનું બિલ આખરે ભરશે કોણ? સરકાર કે પછી જનતાના ખિસ્સામાંથી જ આ ખર્ચ વસૂલાશે? પવન કે વરસાદના સમયમાં થોડો વીજ પુરવઠો ખોરવાય તો કલાકો સુધી લાઈટ કાપી દેવામાં આવે છે, પરંતુ દિવસના પ્રકાશમાં બિનજરૂરી રીતે લાઈટો ચાલુ રાખવામાં આવે છે એ વિસંગતતા લોકોના ધ્યાન ખેંચી રહી છે.
*મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેનનો આક્ષેપ*
વાવ થરાદ જિલ્લાના મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેનએ આ મામલે કટાક્ષ કરતા જણાવ્યું કે, “ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરે છે વિકાસની અને ઊર્જા બચતની, પરંતુ થરાદમાં ધોળા દિવસે લાઈટો ચાલુ રહે છે. આ ખર્ચ આખરે ભરશે કોણ? જી.ઈ.બી.ના અધિકારીઓ કે ગુજરાત સરકાર? કે પછી ફરી સામાન્ય જનતાના માથે જ ભાર આવશે?”
*ગીતાબેનના આ નિવેદન બાદ સ્થાનિક સ્તરે વીજ વિભાગના બેદરકારીના મુદ્દે ચર્ચાઓ ગરમાઈ છે. જનતા માંગ કરી રહી છે કે નેશનલ હાઈવેની લાઈટો સમયસર બંધ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે*.
*થરાદ હાઈવે પર સવારના સમયે લાઈટો ચાલુ હોવાના દૃશ્યો લોકોએ મોબાઈલમાં કેદ કર્યા હતા*
અહેવાલ વિષ્ણુ ચૌહાણ ઢીમા