સૂઈગામ તાલુકા ખડોલ ગામે માનવતાનો ઉદાહરણરૂપ કાર્ય
સૂઈગામ તાલુકાના ખડોલ ગામમાં થોડા સમય પહેલા બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન કરી દીધો હતો. ગામના આઠ સંતાનના પિતાનું તળાવમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું હતું. અચાનક થયેલી આ ઘટનાએ પરિવારને માનસિક તેમજ આર્થિક રીતે ઝંઝાવાતમાં ધકેલી દીધો હતો.
આ વાતની જાણ થતાં થરાદ સનાતન ધર્મની મંજુબેને તાત્કાલિક ગામે પહોંચી પરિવારમાં શાંતિ અને સહાનુભૂતિનો હાથ ધર્યો હતો. તેમણે પોતાની માનવતાની ભાવના દર્શાવી કરિયાણા કીટ, સ્કૂલ માટે બાળકો ને સ્કૂલબેગ,ચોપડા,ડ્રેસ અને બાળકો કપડાં, અનાજ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓ આપીને પરિવારમાં મદદરૂપ બન્યા હતા.
મંજુબેનનો આ માનવસેવાનો ઉપક્રમ માત્ર સહાય નથી, પરંતુ સમાજને સંદેશ આપે છે કે દુઃખના સમયમાં એકબીજાના સાથ અને સહકારથી જ માનવતા જીવંત રહે છે.
ગામજનો અને આસપાસના વિસ્તારના લોકોએ મંજુબેનના આ ઉત્તમ કાર્યની પ્રશંસા કરી હતી અને આવા માનવતાભર્યા કાર્યોને પ્રેરણારૂપ ગણાવ્યા હતા.
માનવ ધર્મ નિભાવતા મંજુબેનના આ કાર્યે “સેવા એજ પરમધર્મ”ના સિદ્ધાંતને સાકાર કર્યો છે.
અહેવાલ વિષ્ણુ ચૌહાણ (ધરણીધર)