
રાજ્ય તથા કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓનો લાભ હવે સ્થાનિક સ્તરે પણ ઉપલબ્ધ બન્યો છે. SOS હોસ્પિટલ દ્વારા ભારત સરકારની RTA (Road Traffic Accident) યોજના હેઠળ અકસ્માતગ્રસ્ત દર્દીઓ માટે તાત્કાલિક અને નિશુલ્ક સારવારની વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે.
આ યોજના Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) અને પ્રધાનમંત્રી રાહત અંતર્ગત અમલમાં છે, જેમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીઓને અકસ્માત બાદના પ્રથમ 48 કલાકથી લઈને 7 દિવસ સુધી જરૂરી સારવાર આપવામાં આવશે.
સરકારશ્રીના નિયમો મુજબ, દર્દીને કુલ રૂપિયા 1,50,000 સુધીની સારવારની સહાય આપવામાં આવશે. ખાસ વાત એ છે કે જો દર્દી પાસે PMJAY કાર્ડ ન હોય, તો પણ માત્ર આધાર કાર્ડના આધારે એડમિશન આપવામાં આવશે, જેથી આપાતકાલીન સમયે કોઈ વિલંબ ન થાય.
હોસ્પિટલ સંચાલન દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે અકસ્માત જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં સમય ન ગુમાવતા તાત્કાલિક સારવાર માટે સંપર્ક કરવો.
📞 સંપર્ક નં.: 9081810696 / 97 / 98
સમયસર સારવાર જ જીવન બચાવી શકે છે – આપ અને આપના પરિવાર માટે આ માહિતી ઉપયોગી બને તેવી શુભેચ્છા.
રિપોર્ટર અસ્લમ ગાહા રાજુલા
