
થરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડમાં 1.07 કરોડના કૌભાંડનો ભેદ ઉકેલાયો..
સાયબર ફ્રોડના ગુનાના 2 આરોપીઓને થરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડ, રેન્જ પાલનપુર અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, બનાસકાંઠા દ્વારા અપાયેલી સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકી ડીસા વિભાગ અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. વિંઝુડાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી.
થરા પો.સ્ટે. ખાતે ફરિયાદી મહેશપુરી પ્રહલાદપુરી ગોસ્વામી, ઉ.વ. 50, ધંધો ખેતી, રહે. રાજપુર વાળાની સાથે રૂ. 1,35,000/- નો સાયબર ફ્રોડ થયો હતો.
સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા ખાતાધારક ચેતનાબેન વિનોદરાય શનાલ ત્રિવેદી અને ઉમંગકુમાર ગૌરાંગભાઈ ત્રિવેદી ઝડપાયાં..
આ અંગે થરા પો.સ્ટે.
BNS કલમ 318(2), 54, 351(3) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000 ની કલમ 66(C), 66(D) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
NCCRP પોર્ટલ, ICJS પોર્ટલ, CDR અને ટેકનિકલ એનાલિસીસના આધારે હ્યુમન સોર્સથી તપાસ કરતા કુલ રૂ. 1,07,01,793/- ના સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા ખાતાધારક ચેતનાબેન વિનોદરાય શનાલ ત્રિવેદી અને ઉમંગકુમાર ગૌરાંગભાઈ ત્રિવેદી, રહે. શ્રીમાળી વાડો, લક્ષ્મીપુરા વાસ, ખેરાલુ, તા. ખેરાલુ, જિ. મહેસાણાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
થરા પોલીસ એ સાયબર ફ્રોડનો ભેદ ગણતરીના કલાકમાં ભેદ ઉકેલ્યો હતો..
(રિપોર્ટર હરિશ્ચંદ્રસિંહ વાઘેલા ઓગડ બનાસકાંઠા)
