રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા દિવાળી નિમિત્તે ચોટીલાની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ૮૦૦ જોડી કપડા વિતરણ કરવામાં આવ્યા
જેની શોપિંગ મોલ અને ચોટીલાના સેવાભાવી લોકોના સહયોગથી કપડા વિતરણ કરાયા
(અહેવાલ : મુનાફ કલાડીયા )
દિવાળીના શુભ દિવસોમાં રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ચોટીલા ગામમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને નાની મોટી મજૂરી કે કચરો વીણવાનું કામ કરતા તેમજ નાનો મોટો વેપાર કરીને જીવનનું ગુજરાન ચલાવતા લોકોના જીવનમાં પણ દિવાળી ઉજવાય તેવા શુભ હેતુથી આજ રોજ વાઘ બારસના દિવસે જેની મોલ ચોટીલા અને સેવાભાવી લોકોના સહયોગથી ચોટલાની અલગ અલગ છ ઝુંપડપટ્ટી વિસ્તારના નાના નાના બાળકો, યુવાનો અને વડીલો એમ તમામ લોકોને ૮૦૦ જોડીથી વધુ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઝૂંપડપટ્ટીના લોકોએ ઉત્સાહથી બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.
રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા મોટાભાગે અનેક સેવાઓ બાળકો પૂરતી સીમિત હોય છે ત્યારે આ બાળકોના વાલીઓને પણ લાભ મળે અને બાળકો વડીલોના મુખ પર પણ સ્મિત આવે અને દીપ સાથે દિલથી પણ દિવાળી ઉજવે તેવા હેતુથી કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા આ વિતરણમાં નાના છોકરાઓને પેન્ટ, શર્ટ, ચડ્ડી અને છોકરીઓને કેપરી, ડ્રેસ, લેગીસ, ટોપ મોટા બહેનોને સાડી તેમજ મોટા ભાઈઓ માટે પણ પેન્ટ શર્ટ વિતરણ કરવામાં આવતા આ બધા પરિવારોમાં ખુશી લહેરાઇ ગઈ હતી.
આ કપડાં વિતરણ કાર્યમાં રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલાના જ્યોતિબેન સીતાપરા, ગીતાબેન વાઘેલા, તસ્લીમબેન પટેલ, ઈશરતબેન પઠાણ, આઈરીનબેન પઠાણ અને ફેઝલભાઈ વાળા સહિત સભ્યો ભારે જહેમત ઉઠાવીને આ બધા અલગ અલગ વિસ્તારમાં જઈને કપડા વિતરણ કર્યા હતા.