ફાયર સેફ્ટીની બોટલ એક્સપાયર — ડીસા માં પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે ઉઠ્યા પ્રશ્નો
ડીસા શહેરમાં આવેલ કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ — ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ઓફિસમાં ફાયર સેફ્ટીની બોટલની તારીખ એક્સપાયર થઈ ગયેલી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
મીડિયા દ્વારા કરાયેલ તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે ઓફિસમાં લગાવવામાં આવેલી તમામ ફાયર સેફ્ટી બોટલોની તારીખ 27/05/2025ના રોજ પૂરી થઈ ગઈ હતી, છતાં વિભાગના કર્મચારીઓએ કોઈ કાર્યવાહી કરી નહોતી.
સુરક્ષાને અવગણી આ રીતે બેદરકારી દાખવવામાં આવતા જો કોઈ આગની ઘટના કે જાનહાની થાય તો તેની જવાબદારી કોની ગણાશે? એવો સવાલ ઊઠી રહ્યો છે.
મીડિયા પ્રતિનિધિઓએ જ્યારે આ બાબતે અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે અધિકારીએ ઉડાવ જવાબ આપતા કહ્યું કે,
> “અમને ખ્યાલ નહોતો કે બોટલ એક્સપાય થઈ ગઈ હતી.”
આવો બેદરકારીભર્યો વલણ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા કરી રહ્યું છે.
મીડિયા દ્વારા મામલો પ્રકાશમાં આવ્યા બાદ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ તાત્કાલિક એક્સપાયર થયેલી બોટલો હટાવી દીધી.
સ્થાનિક સ્તરે આ ઘટનાએ ફાયર સેફ્ટી નિયમોના પાલન અને સરકારી કચેરીઓની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર ચર્ચા ઊભી કરી છે.
એહવાલ: મનુભા વાઘેલા બનાસકાંઠા
–