મહેસાણા SMC પ્રોહિબિશન રેડ: નંદાસણના ચાંદેડા સર્કલ પરથી ₹૧૧.૪૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ૨ આરોપી ઝડપાયા, ૨ વોન્ટેડ જાહેર
મહેસાણા,
રાજ્ય મોનિટરિંગ સેલ (SMC)એ મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ પ્રોહિબિશન રેડ કરીને વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે.
SMCની ટીમે નંદાસણના ચાંદેડા સર્કલ ખાતે દરોડો પાડી ૧૭૫૨ વિદેશી દારૂની બોટલ/ટીન (કિંમત ₹૬,૩૯,૬૦૦/-) અને ₹૫,૦૦,૦૦૦/-ની કિંમતનું એક વાહન સહિત કુલ ₹૧૧,૪૯,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે સ્થળ પરથી અમદાવાદ શહેરના રહેવાસી અક્રમખાન નાસિરખાન પઠાણ અને મુસ્તુફા જાવેદહુસૈન શેખ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં દારૂનો જથ્થો મંગાવનાર હુસૈન ઉર્ફે બટલા ઇસ્માઇલભાઇ ધોળકાવાલા અને સપ્લાયર અંકિત પરમાર સહિત અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMCએ પકડાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે નંદાસણ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.