ડીસા તાલુકાના ઝેરડા ગામના સંજયભાઈ રમેશભાઈ મોદી 17 વર્ષ આર્મી ફરજ બજાવી તેમના માદરે વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વીરપુરુષ ફોજી ભારતીય સેનામાં થી નિવૃત્ત થતા સમગ્ર ઝેરડા ગામ જનો તેમજ તેઓના કુટંજનો મિત્રો સર્કલ દ્વારા બાઈક રેલી ડીજે સાથે દેશભક્તિના ગીતો વગાડી સન્માન રેલી કાઢી હતી સમગ્ર ગામ ભારત માતાકી જય ના નારા સાથે સમગ્ર ગામ ગુંજી ઊંચું હતું
ઝેરડા ગામ ના વતની સંજય ભાઈ રમેશ ભાઈ મોદી ભારતીય સેના માં 17 વર્ષ ની ફરજ બજાવી નિવૃત થયા 17 વર્ષ ની ફરજ દરમ્યાન ભારત ની અલગ અલગ બોર્ડર પર નોકરી કરી ભારત દેશ ની રક્ષા કરી હતી આજરોજ સવારે 9 વાગે ઝેરડા વતન પરત ફર્યા હતા તો આ પ્રસંગે ઝેરડા ગામ માં તેમના સન્માન માં ભવ્ય સન્માન રેલી નું આયોજન સમાજ અને ગામલોકો દ્વારા કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ ગામ ના તમામ મંદિરો માં દર્શન કરી હનુમાનજી મંદિર થી સન્માન રેલી એ પ્રસ્થાન કરી વાજતે ગાજતે તેમની કુળદેવી માં નાગણેશ્વરી ના દર્શન કરી રેલી સમાપન કરી હતી ત્યારબાદ ભોજનપ્રસદ લઇ બધા લોકો છુટા પડ્યા હતા
અહેવાલ મનુભા વાઘેલા બનાસકાંઠા