
પાકિસ્તાની સેનાએ શનિવારે રાત્રે ભારતને ચેતવણી આપતા કહ્યું હતું કે, “જો હવે બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થશે, તો તે વિનાશ તરફ દોરી જશે. જો દુશ્મનાવટનો નવો રાઉન્ડ શરૂ થશે, તો પાકિસ્તાન પીછેહઠ કરશે નહીં. અમે ગભરાયા વિના જવાબ આપીશું.”
પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા, ISPR એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે ભારતીય રક્ષા મંત્રી અને લશ્કરી અધિકારીઓના બેજવાબદાર નિવેદનો આક્રમકતા ઉશ્કેરવાનો પ્રયાસ છે. આનાથી દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા ગંભીર રીતે ખતરામાં આવી શકે છે.
સાથે જ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીના પાકિસ્તાને વિચારવું પડશે, ભૂગોળમાં રહેવું છે કે નહીં આ નિવેદન પર જવાબ આપ્યો કે જ્યાં સુધી પાકિસ્તાનના નક્શાને દૂર કરવાની વાત છે. ભારતને જાણકારી હોવી જોઈએ કે આવી સ્થિતિ આવશે, તો વિનાશ બંને બાજુએ થશે.