
શહેરામાં મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સિંહ રાઠોડ, મંજીત વિશ્વકર્મા તેમજ મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફ્ટી રેસ્કયુ ટીમ દ્વારા નગરમાં આવેલ અણીયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં બાઈક ચાલકોને ઉભા રાખી તેઓની બાઈક પર સેફ્ટી ગાર્ડ (સળીયા) લગાવવામાં આવ્યા હતા,સાથે જ ઉતરાયણ પર્વ દરમિયાન સર્જાતા અકસ્માતોથી બચવાની સમજ આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરી એ ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી હતી.
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
