શહેરા ના ગુણેલી ગામ પાસેથી વન વિભાગ એ પંચરાઉ લાકડા ભરેલી ટ્રક ને ઝડપી પાડીને 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાતાં લાકડાચોરોમાં ફફડાટ ફેલાયો

author
0 minutes, 0 seconds Read

શહેરા વન વિભાગ ના આર.એફ. ઓ રોહિત પટેલની સૂચનાથી ગુણેલી રાઉન્ડ ફોરેસ્ટર કે.ડી.ગઢવી અને બોડીદ્રા ખુર્દના બીટ ગાર્ડ એન.જી.સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ગુણેલી થી લવારીયા તરફના રસ્તા ઉપર વન વિભાગ ની ટીમે લાકડા ભરેલી ટ્રક આવતા તેને ઊભી રખાવીને ચાલક પાસે નિયમુજબના કાગળો માંગતા મળી નહી આવતા જરૂરી કાર્યવાહી હાથધરી હતી. વન વિભાગ એ ટ્રક અને લાકડા મળીને 4.50લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી.જોકે તાલુકા પંથકમાં વૃક્ષોનું નિકંદન અટકે તે માટે વન વિભાગના આર.એફ. ઓ રોહિત પટેલ અને સ્ટાફ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી લાકડાચોરોમાં પણ છૂપો ફફડાટ ફેલાઈ ગયો છે..

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!