ભાવનગર ના મહુવા શહેરમાં વિદ્યાર્થી સુરક્ષાને લઈને ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યા

author
0 minutes, 0 seconds Read

ભાવનગર ના મહુવા શહેરમાં વિદ્યાર્થી સુરક્ષાને લઈને ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે. સ્કૂલ જતા નાના બાળકોને જોખમભરી રીતે એક ખુલ્લી ગાડીના પાછળના ભાગમાં બેસાડી લઈ જવાતા જોવા મળ્યા હતા. ગાડીમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવા છતાં બાળકો એકબીજાને પકડીને મુસાફરી કરતા દેખાયા હતા.
આ રીતે બાળકોને લઈ જવું ખૂબ જ જોખમી છે. માર્ગ પર અચાનક બ્રેક લાગવી, વાહનનો સંતુલન બગડવો અથવા અકસ્માત સર્જાવાની સ્થિતિમાં બાળકોના જીવને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
વાલીઓ, સ્કૂલ સંચાલકો અને વાહનચાલકો દ્વારા આ પ્રકારની બેદરકારી ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. જો આવી ઘટના દરમિયાન કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ રહેશે? આ સવાલ હાલ જનમાનસમાં ઉઠી રહ્યો છે.
સ્થાનિક લોકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવે છે કે આવા જોખમભર્યા વાહન વ્યવહાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત પરિવહનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.

રિપોર્ટર: અસ્લમ ગાહા

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!