રાજકોટ આર.ટી.ઓ.ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની રજાના દિવસે બુક થયેલી એપોઈન્ટમેન્ટના શેડ્યુઅલમાં ફેરફાર

author
0 minutes, 0 seconds Read

રાજકોટ આર.ટી.ઓ.ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની રજાના દિવસે બુક થયેલી એપોઈન્ટમેન્ટના શેડ્યુઅલમાં ફેરફાર

 

અરજદારોએ કચેરી ખાતે નવી ફાળવેલી તારીખે આવવાનું રહેશે

 

રાજકોટ તા. ૧૫ જાન્યુઆરી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ગત તા. ૧૦ અને ગત તા. ૧૪ જાન્યુઆરીએ જાહેર રજાના કારણે બંધ હોવાથી આ રજાના દિવસોમાં જે અરજદારોની એપોઈન્ટમેન્ટ બુક થઇ હતી, તેમના શેડ્યુઅલમાં ફેરફાર કરાયા છે.

જે મુજબ તા. ૧૦ના રોજ જે અરજદારોએ ટુ વ્હીલર અને ફોર વ્હીલરની સવારે ૧૧.૩૦ કલાકથી સાંજે ૦૪.૩૦ કલાક સુધી એપોઈન્ટમેન્ટ લીધેલી હોય, તેઓએ તા. ૧૬ના રોજ સવારે ૦૮.૩૦ કલાકથી સાંજે ૦૭.૩૦ કલાક દરમિયાન ટેસ્ટ માટે આવવાનું રહેશે. તેમજ તા. ૧૦ના રોજ જે અરજદારોએ ટુ વ્હીલર અને ફોર વ્હીલરની સાંજે ૦૪.૩૦ કલાકથી સાંજે ૦૭.૩૦ કલાક સુધી એપોઈન્ટમેન્ટ લીધેલી હોય, તેઓએ તા. ૧૭ના રોજ સવારે ૦૮.૩૦ કલાકથી સાંજે ૦૭.૩૦ કલાક દરમિયાન ટેસ્ટ આપવા આવવાનું રહેશે.

વધુમાં, તા. ૧૪ના રોજ જે અરજદારોએ ટુ વ્હીલર અને ફોર વ્હીલરની સવારે ૦૮.૩૦ કલાકથી બપોરે ૦૧.૩૦ કલાક સુધી એપોઈન્ટમેન્ટ લીધેલી હોય, તેઓએ તા. ૧૯ના રોજ સવારે ૦૮.૩૦ કલાકથી સાંજે ૦૭.૩૦ કલાક દરમિયાન ટેસ્ટ આપવા આવવાનું રહેશે. તેમજ તા. ૧૪ના રોજ જે અરજદારોએ ટુ વ્હીલર અને ફોર વ્હીલરની બપોરે ૦૧.૩૦ કલાકથી સાંજે ૦૭.૩૦ કલાક સુધી એપોઈન્ટમેન્ટ લીધેલી હોય, તેઓએ તા. ૨૦ના રોજ સવારે ૦૮.૩૦ કલાકથી સાંજે ૦૭.૩૦ કલાક દરમિયાન ટેસ્ટ આપવા આવવાનું રહેશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!