સુઈગામના પાડણમાં સંસ્થા દ્વારા આરોગ્ય કીટોનું વિતરણ કરાયું
સુઈગામ તાલુકાના પાડણ ગામમાં તાજેતરમાં આવેલ ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ બાદ જરૂરિયાત મંદ ગરીબ લોકોને પાલનપુરની સંસ્થા નૈસર્ગિક ટ્રસ્ટ અને એમેઝોન ઇન્ડિયા તથા ઇમ્પેક્ટ પાર્ટનર ડોનેટકાર્ટ ફાઉન્ડેશન દ્વારા 78 કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મચ્છરદાની, તાડપત્રી સહીત અન્ય આરોગ્ય કીટનો સમાવેશ થાય છે જેમાં સૌથી વધુ ઠાકોર સમાજ ના 70 લોકો ને અને અન્ય સમાજ ના થઈ કુલ 78 લોકો ને કીટ નું વિતરણ કરાયું જેમાં જરૂરિયાત મંદ અને વિધવા બહેનો ને કીટ અપાઈ છે.
આ વિતરણ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી મૂળજીભાઈ ચૌધરી,સંસ્થાના પ્રમુખ પ્રકાશચંદ્ર ચૌહાણ તથા સ્ટાફ પીનલબેન ગાંધી, ગૌરાંગભાઈ પ્રજાપતિ અને સામાજિક કાર્યકર દિનેશભાઇ વેંઝીયા, મેહુલકુમાર વેંઝીયા હાજર રહ્યા હતા અને કીટ વિતરણ કાર્યમાં સાથ સહકાર આપ્યો હતો .આ વિતરણ કાર્યમાં યુવા મિત્રો હરેશભાઇ. પી.વેંઝીયા, નરેશભાઈ. વી. વેંઝીયાએ મદદ કરી હતી.
અતિવૃષ્ટિ સમયે ગામના યુવા પત્રકાર મેહુલકુમાર વેંઝીયા દ્વારા પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને તે સમયે જરૂરિયાતમંદ લોકોના નામ યાદી સામાજિક કાર્યકર દિનેશભાઇ વેંઝીયા ને મોકલતા તેઓએ પાલનપુર સ્થિત નૈસર્ગિક ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ પ્રકાશચંદ્ર ચૌહાણને મોકલેલ હતી.સંસ્થા દ્વારા આરોગ્ય કીટનું લોકોને વિતરણ કર્યું હતું.પાડણ નવા ઠાકોરવાસ તેમજ અન્ય સમાજના લોકોએ સંસ્થા તેમજ સેવાભાવી કાર્યકરોનો ખુબ ખુબ આભાર માન્યો હતો
રિપોર્ટર : નરેશભાઈ ઠાકોર સુઈગામ