રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તાર આબુરોડ અને અમીરગઢ પંથકમાં છેલ્લા ઘણા સમયથી 007 સક્રિય થઈ હતી જે લૂંટ, ચોરી, અને મારપીટ કરી મોટી દહેશત ફેલાવી હતી જેનો ગેંગનો મુખ્ય ગેંગસ્ટર વિષ્ણુ ઉર્ફે પોટિયો નામનો શખ્સ ગેંગ બનાવી લોકોમાં ભય પેદા કરવા પિસ્તોલ, છરી, જેવા હાથોમાં રાખીને વિડિયો બનાવ્યો હતો જેને પગલે સિરોહી જિલ્લા પોલીસ વડાની સૂચન દ્વારા વાયરલ વિડિયોના આધારે આબુરોડ પોલિસ દ્વારા 007 ગેંગના મુખ્ય ગેંગસ્ટર વિષ્ણુ ઉર્ફે પોટીયા સહિત અન્ય શખ્શનો પોલીસે ઝડપી પાડયા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
