અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા વિસ્તારમાં સસ્તા અનાજ સંચાલકો અનાજ ઓછું આપતાં હોવાની લોક મુખે ચર્ચાઓ

author
0 minutes, 0 seconds Read

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા વિસ્તારમાં સસ્તા અનાજ સંચાલકો અનાજ ઓછું આપતાં હોવાની લોક મુખે ચર્ચાઓ. મેઘરજ તાલુકામાં કુલ અંદાજે 60જેટલી સસ્તા અનાજ ની દુકાનો કાર્યરત છે, પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં અનાજ વિતરણ અંગે અનેક સમસ્યાઓ ઊભી થવાના આક્ષેપો થઈ રહ્યા છે.
માહિતી મુજબ, ગામોમાં ઘણા લાભાર્થીઓ પાસે સ્માર્ટફોન ન હોવાને કારણે તેમને સરકાર તરફથી કેટલું અને કયું અનાજ ફાળવાયું છે તેની સાચી માહિતી મળતી નથી. આ પરિસ્થિતિનો લાભ કેટલાક દુકાનદારો લઈ રહ્યા હોવાની ચર્ચા છે. ઘણી જગ્યાએ દુકાનો નિયમિત સમય પર ખૂલતી નથી અને ખાદ્ય અનાજ વિતરણ દરમિયાન ગ્રાહકોને નિયમ મુજબ કમ્પ્યુટરીકૃત રસીદ આપવામાં આવતી નથી.
સરકારી નિયમો મુજબ સસ્તા અનાજ ની દુકાનોમાં ગ્રાહકોને અનાજ આપ્યા બાદ ઈ-પીઓએસ મશીન દ્વારા રસીદ આપવી અને જાહેર બોર્ડ પર દુકાનનો સમય, સ્ટોક અને દર દર્શાવવો ફરજિયાત છે. છતાં, મેઘરજ તાલુકામાં ઘણી દુકાનો આ નિયમોનું પાલન કરતી નથી. અનેક જગ્યાએ ગ્રાહકોને અધિકૃત રસીદ આપવાના બદલે કાગળ પર હસ્તલિખિત નોંધ આપવામાં આવે છે.
આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને ગામોના અશિક્ષિત અને ગરીબ ગ્રાહકો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. મેઘરજ તાલુકામાં કેટલીક જ દુકાનો નિયમ મુજબ ખાદ્ય અનાજ વિતરણ અને રસીદ આપી રહી છે, જ્યારે અનેક દુકાનોમાં નિયમોની અવગણના થતી હોવાની ચર્ચા જોર પકડી રહી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સંબંધિત વિભાગ સસ્તા અનાજની દુકાનોની નિયમિત તપાસ કરે અને કડક નિયમો લાગુ કરે તો ગરીબ ગ્રાહકોને ન્યાય મળી શકે છે. હાલ લોકો વચ્ચે માંગ છેઓછું અનાજ અને કુપનો ફરજીયાત કેમ આપવામાં આવતી નથી આ બાબતે તાલુકા કે જિલ્લા ના પુરવઠા ના અધિકારીઓ જાણ છે કે અજાણ??? લગતું તંત્ર આ મામલાની ગંભીરતાથી તપાસ કરે.શે કે પછી ગામડા ની ગરીબ અને અભણ પ્રજા
નો અવાજ ખુરશી માં બેઠેલા અધિકારીઓના બહેરા કાને સાંભરશે કે પછી હોતી હૈ ચાલતી હૈ.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા વિસ્તારમાં સસ્તા અનાજ સંચાલકો અનાજ ઓછું આપતાં હોવાની લોક મુખે ચર્ચાઓ. મેઘરજ તાલુકામાં કુલ અંદાજે 60જેટલી સસ્તા અનાજ ની દુકાનો કાર્યરત છે, પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં અનાજ વિતરણ અંગે અનેક સમસ્યાઓ ઊભી થવાના આક્ષેપો થઈ રહ્યા છે.
માહિતી મુજબ, ગામોમાં ઘણા લાભાર્થીઓ પાસે સ્માર્ટફોન ન હોવાને કારણે તેમને સરકાર તરફથી કેટલું અને કયું અનાજ ફાળવાયું છે તેની સાચી માહિતી મળતી નથી. આ પરિસ્થિતિનો લાભ કેટલાક દુકાનદારો લઈ રહ્યા હોવાની ચર્ચા છે. ઘણી જગ્યાએ દુકાનો નિયમિત સમય પર ખૂલતી નથી અને ખાદ્ય અનાજ વિતરણ દરમિયાન ગ્રાહકોને નિયમ મુજબ કમ્પ્યુટરીકૃત રસીદ આપવામાં આવતી નથી.
સરકારી નિયમો મુજબ સસ્તા અનાજ ની દુકાનોમાં ગ્રાહકોને અનાજ આપ્યા બાદ ઈ-પીઓએસ મશીન દ્વારા રસીદ આપવી અને જાહેર બોર્ડ પર દુકાનનો સમય, સ્ટોક અને દર દર્શાવવો ફરજિયાત છે. છતાં, મેઘરજ તાલુકામાં ઘણી દુકાનો આ નિયમોનું પાલન કરતી નથી. અનેક જગ્યાએ ગ્રાહકોને અધિકૃત રસીદ આપવાના બદલે કાગળ પર હસ્તલિખિત નોંધ આપવામાં આવે છે.
આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને ગામોના અશિક્ષિત અને ગરીબ ગ્રાહકો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. મેઘરજ તાલુકામાં કેટલીક જ દુકાનો નિયમ મુજબ ખાદ્ય અનાજ વિતરણ અને રસીદ આપી રહી છે, જ્યારે અનેક દુકાનોમાં નિયમોની અવગણના થતી હોવાની ચર્ચા જોર પકડી રહી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સંબંધિત વિભાગ સસ્તા અનાજની દુકાનોની નિયમિત તપાસ કરે અને કડક નિયમો લાગુ કરે તો ગરીબ ગ્રાહકોને ન્યાય મળી શકે છે. હાલ લોકો વચ્ચે માંગ છેઓછું અનાજ અને કુપનો ફરજીયાત કેમ આપવામાં આવતી નથી આ બાબતે તાલુકા કે જિલ્લા ના પુરવઠા ના અધિકારીઓ જાણ છે કે અજાણ??? લગતું તંત્ર આ મામલાની ગંભીરતાથી તપાસ કરે.શે કે પછી ગામડા ની ગરીબ અને અભણ પ્રજા
નો અવાજ ખુરશી માં બેઠેલા અધિકારીઓના બહેરા કાને સાંભરશે કે પછી હોતી હૈ ચાલતી હૈ.

જવાનસિંહ ઠાકોર – અરવલ્લી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!