
કાંકરેજ અને ઓગડ તાલુકાના સ્થાનિક સ્વરાજની ચુંટણી અનુલક્ષી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સંવાદ બેઠક કાંકરેજ ના ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર નેજા હેઠળ બેઠક શરૂ કરાઈ હતી તેમજ સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે જન સંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં કાંકરેજ ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રભારી શંકરજી ઠાકોર, ઓગડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, જિલ્લા/તાલુકા પંચાયતના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ -રામજીભાઈ રાયગોર બનાસકાંઠા
