*વાવ સુઈગામ હાઇવે રોડ પર દેવપુરા પાટિયા પાસે મહિન્દ્રા કંપનીના બોલેરો પીકપ માંથી ઇગંલીશ દારૂ પકડાયો* 

author
0 minutes, 7 seconds Read

*વાવ સુઈગામ હાઇવે રોડ પર દેવપુરા પાટિયા પાસે મહિન્દ્રા કંપનીના બોલેરો પીકપ માંથી ઇગંલીશ દારૂ પકડાયો*

 

 

સુઇગામ પો.સ્ટે. વિસ્તાર માંથી મહિન્દ્રા બોલેરો પીકપ ગાડીમાંથી ભારતીય બનાવટના ઇંગલીશ દારૂની બોટલ/બીયરટીન નંગ-૧૮૭૨ કુલ કિ.રૂ.૪,૦૨,૫૨૮/- મળી કુલ્લ કિ.રૂ. ૯,૦૭,૫૨૮ /- નો મુદ્દામાલ પકડી ગણનાપાત્ર કેશ શોધી બે ઈશમોને પકડી પાડયા હતા.

પરીક્ષીતા રાઠોડ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ બનાસકાંઠા તથા ચિંતન તેરૈયા સાહેબ પોલીસ અધિક્ષક વાવ-થરાદ જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના કરેલ હતી . અને એસ.એમ.વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ નાઓના સીધા માર્ગદર્શન મુજબ

એચ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સુઇગામ પો.સ્ટે. નાઓના નેતૃત્રમાં પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટ્રે. હાજર હતા. તે દરમ્યાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોજે દેવપુરા ગામના પાટીયા પાસે વાવ સુઇગામ હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી સફેદ કલરના મહિન્દ્રા કંપનીના બોલેરો પીકપ ગાડી રજી નંબર GJ-08-AY-3136 ની માંથી કાગળના પુંઠાની આડમાં સંતાડેલ ગેર કાયદેસર અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની બોટલો તથા બીયરટીન મળી કુલ બોટલ/બીયરટીન નંગ- ૧૮૭૨ કુલ કિ.રૂ.૪,૦૨,૫૨૮/- નો મુદ્દામાલ તથા પીકપ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા વીમા પોલીસીનુ કાગળ તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦૦/- ની એમ મળી કુલ કિંમત રૂ. ૯,૦૭,૫૨૮/- નો પ્રોહિ મુદામાલ સાથે (૧) કમલેશ પોખરારામ કાનારામ જાતે વિશ્નોઇ(ઢાકા) ઉ.વ.૨૮ ધંધો ડ્રાઈવીંગ રહે. હિંદવાડા ઢાકો કી ઢાણી તા.ચિતલવાણા જી-ઝાલોર તથા

(૨) ગોપાલારામ જગદીશભાઈ વીરમારામ જાતે, વિશ્નોઇ (બેનીવાલ) ઉ.વ. ૨૧ રહે. પરાવા તા.ચિતલવાણા જી-ઝાલોર રાજસ્થાન વાળાઓને પકડી પાડી સુઇગામ પોલીસ સ્ટ્રેશન ભાગ-સી ગુ.ર.નં.૧૧૯૯૬૦૦૫૨૬૦૦૯૦/૨૦૨૬ પ્રોહી એટ કલમ ૬૫એઇ,૧૧૬(બી), ૯૮(૨),૮૧ મુજબ કાર્યવાહી કરેલ છે.

 

કામગીરી કરનાર અધિકારી ની વિગત

 

(૧) એચ.એમ.પટેલ પો.ઈન્સ સુઈગામ પો.સ્ટ્રે

 

(૨) પ્રકાશભાઈ મેમાભાઈ એ.એસ.આઈ સુઇગામ

 

(૩) ભુરાજી નાગજીભાઈ એ.એસ.આઈ.સુઇગામ

 

(૪) રઘુજી ગણેશાજી પો.કોન્સ સુઈગામ

 

(૫) કિરણભાઈ હીરાજી પો.કોન્સ સુઈગામ

 

(૬) દશરથભાઈ તખતરામ પો.કોન્સ સુઇગામ

 

(૭) ભાવાભાઈ કરશનભાઈ પો.કોન્સ સુઇગામ

 

(૮) સેંધાભાઈ ખેંગારભાઈ પો.કોન્સ સુઈગામ

*ભરતભાઈ મણવર વાવ થરાદ જીલ્લા રિપોર્ટર*

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!