



પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI શ્રી હસમુખભાઈ વી. ઠાકોર આજ રોજ તેમની દીર્ઘ, નિષ્ઠાપૂર્ણ અને ઈમાનદાર સેવાનાં અંતે નિવૃત્ત થયા. તેમની નિવૃત્તિના અવસરે ઠાકોર સમાજના વકીલ મિત્રો જેમા ચતુરજી ઠાકોર, અગરાજી ઠાકોર, જગતસિંહ કુંભાસણા, હરેશભાઈ વેડંચા, મહાવીરસિંહ ઠાકોર, પ્રકાશભાઈ ઠાકોર, મનુભાઈ ઝાલા,
તેજમલજી ઠાકોર, શુભમભાઈ ઠાકોર, મહેશભાઈ ઠાકોર વિનોદભાઈ ઠાકોર, હાર્દિક છાપિયા તેમજ મધુબેન ઠાકોર એપીપી શ્રી મહેસાણા, હેમલબેન ઠાકોર, હંસાબેન ઠાકોર તેમજ સાથી વકીલ મિત્રો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
PSI તરીકે શ્રી હસમુખભાઈ વી. ઠાકોરે પોતાની સેવા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની શિસ્ત, કાર્યક્ષમતા અને કર્તવ્યનિષ્ઠા પોલીસ વિભાગ માટે પ્રેરણારૂપ રહી છે.
નિવૃત્તિ પ્રસંગે સહકર્મીઓએ તેમના કાર્યકાળને યાદ કરી તેમને સન્માનિત કર્યા હતા તેમજ તેમના નિવૃત્ત જીવન સુખદ, આરોગ્યસભર અને શાંતિપૂર્ણ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
