![]()
ખેડબ્રહ્મા સમસ્ત ભાવસાર સમાજ દ્વારા ભાવસાર સમાજના કુળદેવી હિંગળાજ માતાજી નું નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
પોઈન્ટ ઓફ ભારત : રિપોર્ટર – ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા સમસ્ત ભાવસાર સમાજના કુળદેવી હિંગળાજ માતાજીનું નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા નગરી ખાતે બિરાજમાન જગતજનની જગદંબા ના પવિત્ર ધામમાં અષ્ટ પૂજાઓ વાળી માં હિંગળાજ કંકુવણૉ ના પગલા પાડીને તેના આવવાના એઘાન આપ્યા છે ત્યારે આ પવિત્ર ઘડીએ ને મૂર્તિમંદ કરવા જગદંબાના ધામમાં ખેડબ્રહ્મા સમસ્ત ભાવસાર સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય યજમાન તરીકે હિરેનકુમાર અરવિંદભાઈ ભાવસાર હિંમતનગર (વડાલી) વાળા એ લાભ લીધો હતો અને પાટલા યજમાન તરીકે વિપુલ કુમાર કેશવલાલ ભાવસાર ( ઇડર) ધર્મેન્દ્ર કુમાર ચંદુલાલ ભાવસાર (ઇડર ) ઉપાસના ગોપી જીમી કુમાર ભાવસાર હસ્તે કીર્તિ કુમાર એસ ભાવસાર (કડિયાદરા) અને હાર્દિકકુમાર દીપકભાઈ ભાવસાર
(ખેડબ્રહ્મા ) વાળા એ લાભ લીધો હતો અને મહાપ્રસાદના દાતા તરીકે એક માય ભક્ત દ્વારા એકાવન હજાર રૂપિયા ફાળો આપવામાં આવ્યો હતો અને ફૂલહારના દાતા કાંતિલાલ માધવલાલ ભાવસાર પરિવાર દ્વારા લાભ લીધો હતો આમંત્રણ પત્રિકા ના દાતાશ્રી કનુભાઈ નારાયણદાસ ભાવસાર ખેડબ્રહ્મા વાળાએ ₹3,500 રૂપિયા દાન આપી ને લાભ લીધો હતો અને આરતી અને પ્રસાદના દાતા હસમુખભાઈ 2100 રૂપિયા દાન આપ્યું હતું તેમાં ભાવસાર સમાજના વડીલ આગેવાનો તથા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ આપણો એક થઈને એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જો આવી જ રીતના સમાજ એકઠો થઈ રહે તો આપણા સમાજને દીકરા દીકરીઓને આગળ વધારવામાં થોડીક મહેનત કરવી પડશે અને સારી જગ્યાએ નોકરી અને ભણવામાં તકલીફ ના પડે તે રીતના સમાજ દ્વારા આયોજન કરવામાં આવે તો આપણા સમાજના છોકરા છોકરીઓને ઉચ્ચ કક્ષાએ ભણતર માટે જઈ શકે અને ઊંચી પોસ્ટ ઉપર સરકારી નોકરી મેળવીને આપણા ભાવસાર સમાજની ગૌરવ વધારવી તેવી મા હિંગળાજ ની પ્રાર્થના કરું છું.
Similar Posts
error: Content is protected !!

