
ખેડબ્રહ્મા એ.પી.એમ.સી ખાતે શુભ મુહૂર્તમાં હરાજી નું કામકાજ શરૂ કરવામાં આવ્યું
પોઈન્ટ ઓફ ભારત : રિપોર્ટર – ચંદ્રશેખર ભાવસાર , ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા એ.પી.એમ.સી માં જાહેર હરાજી નું મુહૂર્ત એ.પી.એમ.સી ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું
ખેડબ્રહ્મા એ.પી.એમ.સી ના નવીન માર્કેટ યાર્ડ ખાતે ખેડૂત અને વેપારી ઓની હાજરીમાં જાહેર હરાજી નું મુહુતૅ કરવામાં આવ્યું આ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન હીરાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન ચેતનભાઇ મહેતાના અધ્યક્ષ સ્થાને હરાજી નું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું
આ હરાજીમાં કપાસ સોયાબીન મગફળી અડદ અને અન્ય પાકોનો સમાવેશ થતો હતો સૌપ્રથમ કપાસની હરાજી કરવામાં આવી હતી. ત્યારબાદ સોયાબીનની હરાજી થઈ સોયાબીનનું સૌથી ઊંચો ભાવ પ્રતીક કિવન્ટલ 850 રૂપિયા અને નીચો ભાવ 801 રૂપિયા બોલાયો હતો કપાસનો સૌથી ઊંચો ભાવ ₹1,400 અને નીચો ભાવ 1360 રહ્યો હતો. મગફળીનો સૌથી ઊંચો ભાવ ₹1,000 અને નીચો ભાવ 850 રૂપિયા નોંધાયો હતો જ્યારે અડદનો સૌથી ઊંચો ભાવ 1362 અને નીચો ભાવ 1191 રૂપિયા રહ્યો હતો વેપારીઓ દ્વારા ખેડૂતના માલની ઉત્સાહપૂર્વક ખરીદી કરવામાં આવી હતી તેમાં ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી અને વાઇસ ચેરમેન તરફથી હાકલ કરવામાં આવી હતી કે ખેડૂતો પોતાની જણસી માર્કેટ યાર્ડમાં આપે અને ઊંચો ભાવ લે તેવું માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેને જણાવ્યું હતું.
