


પ્રાપ્ત વિગતો અનુસાર ઓગડ તાલુકાના ઉણ ગામે પ્રાથમિક શાળાના હોલમાં શ્રી કાંકરેજ જાગીરદાર રાજપૂત કેળવણી મહામંડળ બનાસકાંઠાના ઉપક્રમે વર્ષ ૨૦૨૬ નો ૧૨ મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ પરમ પૂજ્ય રાજ રાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુ (શ્રી લક્કડનાથજી જીવંત સમાધી ધિણોજ) ના દરબાર ગઢ ઉણ કચેરીએ રાજપૂત સમાજની દીકરીબાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા અને ગામના યુવાનો વડીલો દ્વારા બાપુનું કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના પુર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પૂર્વ સરપંચ આકોલી ગાંડાજી વાઘેલા અને શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ ના પ્રમુખ ઉદેસિંહ વાઘેલાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ આ પ્રસંગે કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા. થરા નગરપાલીકાના પુર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા.પુર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા. પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ વાઘેલા. સામાજિક અગ્રણી જેઠુભા વાઘેલા.તેમજ પધારેલ મહેમાનો અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો અને વડીલો સહિત વિધ્યાર્થીઓ સાથે વાલીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ઉણ ગ્રામજનો દ્વારા પ પૂજ્ય રૂખડનાથજી બાપુ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા નું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું ઉણ ગામે વિકાસના કામો માટે રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલ મદદ માટે આભાર માન્યો હતો અને ત્યારબાદ તેજસ્વી તારલાઓ ને શિલ્ડ.પ્રમાણપત્ર. સ્કૂલબેગ. ફાઇલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તમામ આયોજન માટે દાનવીર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાંડાજી વાઘેલાએ કર્યું હતું
રિપોર્ટ..
વાઘેલા ઇન્દ્રસિંહ.. & હરિચંદ્ર સિંહ વાઘેલા.. ઓગડ કાંકરેજ.
