
કાનજી ધામોત મહીસાગર
*ડીટવાસ એમ્બ્યુલન્સમાં EMT સુધાબહેનની સમયસૂચક કામગીરી, સ્થળ પર જ સફળ પ્રસૂતિ કરાવી માતા-બાળકના જીવ બચાવ્ય*
*કડાણા (મહીસાગર):*
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રેલવા ગામમાં ડીટવાસ એમ્બ્યુલન્સની ત્વરિત અને જવાબદાર કામગીરીથી એક માતા અને નવજાત બાળકનો જીવ બચી ગયો હતો. કડાણા તાલુકાની ડીટવાસ એમ્બ્યુલન્સને રેલવા ગામમાંથી તાત્કાલિક પ્રસૂતિનો કેસ મળતાં જ EMT સુધાબહેન અને પાયલોટ મનુભાઈ વાગડિયા વિલંબ વિના સ્થળ પર પહોંચ્યા હતાં.
પરંતુ દર્દીની સ્થિતિ ગંભીર બનતાં એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ સ્થળ પર જ પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી. EMT સુધાબહેનએ પોતાની કુશળતા અને હિંમતથી સ્થળ પર જ સફળ ડિલિવરી કરાવી હતી. નોંધનીય બાબત એ હતી કે નવજાત બાળકના ગળામાં નાળ (કોર્ડ) વીંટળાયેલી હતી, તેમ છતાં EMT સુધાબહેનએ સમજદારીપૂર્વક પરિસ્થિતિ સંભાળી બાળકને સલામત રીતે જન્મ આપ્યો હતો.
પ્રસૂતિ બાદ એમ્બ્યુલન્સમાં માતા અને બાળકને લઈ ડૉ. ઋચી મેડમ સાથે સતત સંપર્કમાં રહી તેમની માર્ગદર્શન અનુસાર જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ માતા અને બાળક બંનેને સુરક્ષિત રીતે CHC કડાણા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ સફળ કામગીરી બદલ દર્દીના સગાસંબંધીોએ EMT સુધાબહેન, પાયલોટ મનુભાઈ વાગડિયા તેમજ ડીટવાસ એમ્બ્યુલન્સ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવી હતી. આ ઘટના આરોગ્ય સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની માનવતા, સમર્પણ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે.
