તેજસ્વી તારલાઓનું સન્માન, નવા દાતાઓને પણ બહુમાન અપાયું






બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ચાંગા ગામે શ્રી હિંગળાજ એજ્યુકેશન ટ્રસ્ટ, રાણકપુર સંચાલિત શ્રી ચાંગા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને નવા દાતાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌનું મનોરંજન કર્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે શ્રી હિંગળાજ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકેશસિંહ વાઘેલા અને સિરવાડાના આનંદપુરા સરપંચ કરશનભાઈ જોષી હાજર રહ્યા હતા.
આ ઉપરાંત, રતુભા વાઘેલા, ચેલાભાઈ જોષી, જેઠુભા
વાઘેલા, પ્રતાપસિંહ વાઘેલા સહિત કમિટીના સભ્યો,
ચાંગાના સરપંચ હરદાસભાઈ, CRC અશોકભાઈ
જોષી, શાળાના આચાર્ય દયારામભાઈ, તમામ
દાતાશ્રીઓ, શાળાનો સ્ટાફ, ગામના સામાજિક અને રાજકીય આગેવાનો, યુવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની
શોભા વધારી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન
વિષ્ણુભાઈ ગૌસ્વામીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ
હિમાંશુભાઈ દ્વારા કરવામાં આવી હતી…!
રિપોર્ટર: હરિચંદ્રસિંહ.વાઘેલા. ઓગડ.બનાસકાંઠા
