બનાસકાંઠા ઓગડતાલુકાના થરા પોલીસે ટ્રાફિક નિયમ પાળનારાઓને સન્માનિત કર્યા.!

author
0 minutes, 0 seconds Read

, બનાસકાંઠા ઓગડતાલુકાના થરા પોલીસે ટ્રાફિક નિયમ પાળનારાઓને સન્માનિત કર્યા.

 

માર્ગ સલામતી માસ અંતર્ગત વાહનચાલકોને સેફ્ટી એવોર્ડ અપાયા.

ઓગડ તાલુકાના થરા પોલીસે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહનચાલકોને પ્રોત્સાહિત કર્યા છે. થરા પોલીસ સ્ટેશનના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા થરા નેશનલ હાઇવે રોડ ઉપર આ સેફ્ટી એવોર્ડ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જે વાહનચાલકો સીટ બેલ્ટ પહેરીને વાહન ચલાવતા હતા, હેલ્મેટ ધારણ કરીને બાઇક કે એક્ટિવા ચલાવતા હતા, અને જેમની ગાડીઓમાં બ્લેક ફિલ્મ ન હતી, તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમના શર્ટ પર એવોર્ડ બેજ લગાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, જેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ, આર.સી. બુક અને પી.યુ.સી. જેવા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ હતા, તેવા વાહનચાલકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પહેલ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા નિર્ધારિત “શીખ સે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન” અને “પોલીસ ફક્ત દંડ નથી કરતી પરંતુ એવોર્ડ પણ આપે છે” થીમ હેઠળ માર્ગ સલામતી માસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી. પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના કાયદાઓનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા અંગે સમજણ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે

        

રિપોર્ટર હરિશ્ચંદ્રસિંહ વાઘેલા 

ઑગડ કાંકરેજ બનાસકાંઠા

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!