ભારત માલા રોડ પર જોરાવરગઢ ટોલ પ્લાઝા નજીક વાહન ચેકીંગ દરમ્યાન માદક પદાર્થ પોષડોડા વજન – ૦૪ કિલો ૬૩૩ ગ્રામ પકડાયું

author
0 minutes, 2 seconds Read

ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ના સુચના મુજબ ગુજરાત રાજ્યમાં એન.ડી.પી.એસ.ની “જીરો” ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના ડી.જી.પી તથા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા નઓએ આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્ટેશનોને બોર્ડર વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ રાખી એન.ડી.પી.એસ. લગત કેસો કરી કાયદેસર કાર્યવાહી કરવાની સુચના કરેલ.જે અન્વયે એસ.એમ.વારોતરીયા વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી થરાદ વિભાગ થરાદ તથા શ્રી એચ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર સુઇગામ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સુઇગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ભારતમાલા રોડ ઉપર જોરાવરગઢ ટોલ પ્લાઝા પાસે પોલીસ સ્ટાફના માણસો ચુસ્ત વાહન ચેકીંગ કરી રહેલ હતા તે દરમ્યાન થરાદ તરફથી આવેલ ટ્રેલર ગાડી જેના રજી નં. GJ-12-CT-2205 માં સવાર બે વ્યક્તિ પાસેથી માદક પદાર્થ પોષ ડોડા વજન – ૦૪ કિલો ૬૩૩ ગ્રામ કિ.રૂ. ૭૯,૪૯૫/- તથા મોબાઈલ, ટ્રેલર ગાડી સહિત કુલ કિ.રૂ.૧૦,૭૯,૪૯૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને મુદ્દામાલ આપનાર સહિત ચાર ઈસમો વિરૂદ્ધમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી ગુજરાત સરકારના એન.ડી.પી.એસ. બાબતે “જીરો” ટોલરન્સ નિતી અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરેલ છે
દલારામ સ/ઓફ જેઠારામ હરદાનરામ જાતે જાટ (ગોદારા) ઉ.વ ૨૪ ધંધો ડ્રાઈવીંગ રહે. ઈસરોલ તા ચોહટન જી-બાડમેર (રાજસ્થાન)

(૨)અનિલભાઈ સ/ઓફ ખેતારામ લસારામ જાતે જાટ( ભાદુ) ઉ.વ.૨૩ ધંધો વેપાર રહે. સોડીયાર તા.જી.બાડમેર રાજસ્થાન

પકડવાના બાકી આરોપી

(૧) શ્રવણકુમાર જાટ રહે બાડમેર રાજસ્થાન (મુદામાલ આપનાર)

(૨) જેમલભાઈ છગનભાઈ કોલી રહે. શાંતીનગર સામખીયાળી મો.(મુદામાલ મંગાવનાર)

ભરતભાઈ મણવર વાવ થરાદ જિલ્લા રિપોર્ટ

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!