થરાદ-બાખાસર રૂટની ખાનગી બસમાં ઢીમા નજીક ભીષણ આગ લાગી

author
0 minutes, 0 seconds Read

 

થરાદ-બાખાસર રૂટની ખાનગી બસમાં ઢીમા નજીક ભીષણ આગ લાગી
આગની લપેટમાં પેસેન્જર આવે તે પહેલાં તેમને સલામત રીતે ઉતારી દેવાતા જાનહાનિ ટળી
થરાદથી રાજસ્થાનના બાખાસર જતી ખાનગી મીની બસમાં આજે ઢીમા ગામ નજીક અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. જોકે, સદનસીબે બસમાં આગ લાગે તે પૂર્વે જ તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.
રાજસ્થાનના બાખાસર રૂટ પર રોજિંદી અવરજવર કરતી આ બસ બપોરના સમયે જ્યારે થરાદથી ઉપડી ઢીમા પાસે પહોંચી હતી, ત્યારે અચાનક બસમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. બસમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ બસમાં રહેલ પેસેન્જરોએ સતર્કતા દાખવી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તમામ મુસાફરોને બસમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયા હતા.આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા જ થરાદ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની તીવ્રતા એટલી વધુ હતી કે સમગ્ર બસ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી.આ ઘટનાને પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

ભરતભાઈ મણવર, વાવ – થરાદ

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!