અમીરગઢ પંથકમાં અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલી રહ્યાં છે અનેક ગોરખ ધંધા

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો જે રાજસ્થાન રાજ્યની સરહદે અડીને આવેલ છે તાલુકો છે. જેમાં આ અમીરગઢ તાલુકામાં અનેક કાળા કારોબાર ચાલી રહ્યાં છે. જે તંત્રને જાણ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. જ્યાં કોઈ જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરવામાં આવતી હોય તોય છતાં કોઈ અધિકારીઓ સંભળાવા તૈયાર નથી,
અમીરગઢ હાઇવે પર અનેક જગ્યાએ ભેળસેળ વાળો અને બ્રાન્ડેડ કંપનીના બેગની વાળી સસ્તાં ભાવે સીમેન્ટ ખુલ્લે આમ વેચાય છે, લોકો દ્વારા એની જાણ તંત્રને કરવામાં આવી છતાં કોઈ ધ્યાન આપતું નથી, અને આમાં એક અધિકારી પણ સંકળાયેલ હોય તેમ જાણવા મળી રહ્યું છે. જેમાં અમારા પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝના માધ્યમ થી વધુ ઉંડાણ પૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે એમાં એક અધિકારી દ્વારા આ સિમેન્ટના ભેળસેળીયા કરતાં ઇસમોને છાવરવામાં આવી રહયા છે.
