સર્વ સમાજ ની 511 દીકરીઓ ના 8 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાશે સમૂહ લગ્ન,,,

મધ્ય વર્ગી દીકરીઓ ના સમૂહ લગ્ન ની વિઘ્ન સફળ રહે અને મહામુનેશ્વર મહાદેવ ના આશીર્વાદ દીકરીઓ પર બની રહે તે માટે રાનેર ગામે નાનજીપુરા લગ્ન સ્થળ થી શોભા યાત્રા નીકાળવા માં આવી ત્યાર બાદ મહામુનેશ્વર મહાદેવના મંદિરે ધજા રોહન કરવામાં આવ્યું
કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ગયા વર્ષે ફેબ્રુઆરી 2025 માં પણ સર્વ સમાજની 211 દીકરીઓનો સમૂહ લગ્ન નું રાનેર નાનજીપુરા ગામે સફળ આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વડગામ તાલુકા ના માંલોસણા ગામે બીજા સર્વ સમાજ ના સમૂહ લગ્ન નું સરસ આયોજન કરીને દીકરીઓ ના લગ્ન કરવામાં આવ્યા હતા અને આવનારી 8 ફેબ્રુઆરી 2026 ના ત્રીજી વાર 511 દીકરીઓના દાનવીર દાતાઓ ના સહકાર થી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન રાનેર નાનજીપુરા માં કરવામાં આવ્યું છે જેની નોંધણી ચાલુ કરી દેવામાં આવી છે લગ્ન ઉત્સુક નવદંપતી પોતાની નોંધણી 1 જાન્યુઆરી 2026 સુધી કરાવી શકે છે,,
ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર એ વધુ જણાવ્યું હતું કે ગયા વર્ષે અમારા આયોજન માં સાથ સહકાર આપનાર તમામ તન મન ધનથી સાથ અને સહકાર આપનાર તમામ દાતા શ્રી ઓ નો ખુબ ખુબ આભાર માનયો હતો અને ફરીથી 511 દીકરીઓ ને આપના આશીર્વાદ આપશો એવી વિનંતી કરી હતી,,
ધજા રોહણ કાર્યક્રમ માં આયોજક અને ઉપ પ્રમુખ કાનુભા વી જાદવ અને ટ્રસ્ટ ના મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ રાજપુર ધજા રોહણ નું સરસ આયોજન કરેલ જેમાં રાનેર તેમજ આજુબાજુ ગામના વડીલો યુવાનો ખુબ મોટી સંખ્યા માં જોડાયા હતા અને કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ના તમામ સભ્યો એ ખાસ હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો,,,
અહેવાલ જશવંત ઠાકોર
વડગામ
