બનાસકાંઠાના ભાભર તાલુકાનાં લુણસિલ ગામમાં ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

author
0 minutes, 0 seconds Read

શું કહ્યું ગેનીબેને
સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને વિનંતી કરતાં જણાવ્યું કે લગ્ન પ્રસંગોમાં થતા વધારાના અને ખોટા ખર્ચોને ઘટાડીને શિક્ષણ તરફ વધુ ધ્યાન આપવાનું સમયની જરૂરિયાત છે. વધી રહેલી મોંઘવારી વચ્ચે લગ્નમાં ખર્ચાતી રકમને ઘટાડીને યુવાપેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા શિક્ષણમાં રોકાણ વધારવા તેમણે અપીલ કરી. તેમણે વધુમાં જણાવ્યું કે સમાજ માટે અમલમાં આવનાર બંધારણ કોઈ રાજકીય આગેવાન દ્વારા નહીં પરંતુ ગામના તમામ સભ્યો અને સમાજના આગેવાનોની સહમતિથી તૈયાર થશે. બંધારણનો ભંગ ન થાય તે માટે પણ તેમણે રીતે સૂચના આપી.ટૂંક સમયમાં ઠાકોર સમાજના નવ તાલુકાના ગોળનું લગ્ન ખર્ચ અને કુરિયાજો દૂર કરી ખોટા ખર્ચ બંધ કરવા માટે મળશે મહાસંમેલન.  જેમાં લગ્ન ખર્ચ, કુરિયાજ અને અન્ય ખોટા ખર્ચોને દૂર કરવાની દિશામાં મોટો નિર્ણય લેવાશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!