વડાલી પો.સ્ટે.ની હદમાંથી એક ઇસમને ગેર કાયદેસર ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૧૦ કિમત રૂપીયા -૫,૦૦૦/- સાથે પકડી પાડતી વડાલી પોલીસ

author
0 minutes, 3 seconds Read

વડાલી પો.સ્ટે.ની હદમાંથી એક ઇસમને ગેર કાયદેસર ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૧૦ કિમત રૂપીયા -૫,૦૦૦/- સાથે પકડી પાડતી વડાલી પોલી

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા ડો.પાર્થરાજસીંહ ગોહીલ (IPS) નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચાઈનીઝ દોરીના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે સંદર્ભે ઇડર વિભાગીય પોલીસ અધિકારીશ્રી સ્મીત ગોહીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ ડી.આર.પઢેરીયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.

તા.૦૫/૦૧/૨૦૨૫ ના રોજ ડી-સ્ટાફના માણસો સાથે હાલ અગામી સમયમાં આવતા ઉતરાયણના તહેવાર અનુસંધાને ગેર કાયદેસર રિતે ચાઇના દોરીનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ જીલ્લા.મેજી.સા.શ્રી સાબરકાંઠા-હિંમતનગર નાઓએ જાહેરનામું બહાર પાડેલ હોય જેની અમલવારી કરવા સારૂ વડાલી પોલીસ સ્ટેશનના બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા થેરાસણા ગામે જતા બાતમી હકિકત મળેલ કે થેરાસણા ગામની હાઇસ્કુલ પાસે પ્રતીબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ ચાલુ છે જે બાતમી હકિક્ત આધારે થેરાસણા ગામની હાઇસ્કુલ પાસે જતા એક ઇસમ પોતાના હાથમાં સફેદ કલરનો મીણીયાનો કોથળો રાખી શંકાસ્પદ રીતે ઉભો હોઈ અને અમો પોલીસને જોઈ નાસવા જતા તુંરતજ તેને પકડી લઇ સદરી ઇસમ પાસેના એક સફેદ કલરના મીણીયાના કોથળામાં જોતા ચાઈનીઝ ફીરકીના રીલ પડેલ હતા જેથી સદરી ઇસમનુ નામઠામ પુછતા પોતાનું નામ રવિકુમાર બાબુભાઇ ઠાકોર ઉ.વ. ૧૮ રહે.થેરાસણા તા.વડાલી જી.સા.કા.વાળો હોવાનું જણાવતો હોઈ સદરી ઇસમને સાથે રાખી તેની પાસેના મીણીયાના કોથળામાં જોતા મોનો સ્કાય કંપનીની અલગ-અલગ કલરની ચાઇનીઝ દોરીની ફીરકીઓ ભરેલ હોઈ જે ફીરકીઓ કયાંથી લાવેલ હતો અને કયાં લઇ જઈ રહેલ હતો તે બાબતે કઇં જણાવતો ન હોઈ જે ચાઇનીઝ દોરીની ફીરકીઓ બહાર કાઢી ગણી જોતા કુલ-૧૦ ફીરકી મળી આવેલ જે એક ફીરકીની કીંમત રૂા. ૫૦૦/-ની ગણી કુલ -૧૦ ફીરકીની કી.રૂ.૫૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આમ વડાલી પોલીસને ગેર કાયદેસર ચાઈનીઝ ફીરકીનો જથ્થો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

બ્યુરો રિપોર્ટ… નરેન્દ્ર મણશી વડાલી સાથે ચંદ્રશેખર ભાવસાર સાબરકાંઠા જિલ્લા બ્યુરો ચીફ

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!