સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬” અન્વયે કાર્યક્રમ યોજાયો

author
0 minutes, 0 seconds Read

ગુજરાત સરકાર દ્વારા “માર્ગ સલામતી માસ ૨૦૨૬” અન્વયે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા યોજાઇ રહેલ કાર્યક્રમો અન્વયે આજે તારીખ 18-1-26 ના રોજ એક બાઈક રેલીનું આયોજન કરાયું હતું.આ બાઈક રેલી ડીવાયએસપી શ્રી કુલદીપ નાઈ સાહેબની અધ્યક્ષતામાં હિંમતનગર થી ઇડર થઈ વિજયનગર પાસે પોળો થઈ નાકા ગામે થઈ ખેડબ્રહ્મા મુખ્ય બસ મથકે આવી હતી. જ્યાં હાજર તમામ પ્રવાસીઓ તથા અન્ય લોકો ની ઉપસ્થિતિમાં ડીવાયંએસપી શ્રી કુલદીપ નાઈ સાહેબે ટ્રાફિક અવરનેસ બાબતે જણાવ્યું હતું કે પોતાનું ફોરવીલર કે ટુ વ્હીલર વ્હિકલ હંમેશા ટ્રાફિકના નિયમ પ્રમાણે ચલાવવું જોઈએ ફોરવીલ ચલાવતી વખતે સીટબેલ્ટ નો ઉપયોગ કરવો જોઈએ, હંમેશા રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવી જોઈએ, સિગ્નલ તોડી ડ્રાઇવિંગ ન કરવું જોઈએ, અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ, ગતિ મર્યાદાનો ભંગ ન કરવો જોઈએ, ઉતાવળ કરી જોખમી રીતે ઓવરટેક ન કરવું જોઈએ, લેન ડ્રાઇવિંગ ની શિસ્ત જાળવી જોઈએ, માર્ગ પર રેસિંગ કે સ્ટંટ ન કરવા જોઈએ, સાથે જ આપણું વાહન ગમે ત્યાં ખોટી રીતે પાર્ક ન કરવું જોઈએ, લાયસન્સ વગરના કોઈ વ્યક્તિએ વહીકલ ન ચલાવવું જોઈએ, પરમિટ કરતાં વધુ પેસેન્જર ન બેસાડવા જોઈએ અને સમયસર વાહનનો વીમો ઉતરાવો જોઈએ. સાથે હાજર તમામ લોકોને માર્ગ સુરક્ષા ના સોનેરી નિયમો વાળા પેમ્પ્લેટ વહેચવામાં આવ્યા હતા તથા આ રેલી ખેડબ્રહ્માથી વડાલી તરફ રવાના થઈ હતી.

રિપોર્ટર વિનય મહેતા સાથે ચંદ્રશેખર ભાવસાર બ્યુરો ચીફ સાબરકાંઠા

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!