*પાડણ માં અતિવૃષ્ટિ માં મકાન નુકસાન નું વળતર ન મળતા લોકો માં રોષ…*
સુઈગામ તાલુકા ના પાડણ ગામ માં અતિવૃષ્ટિ સમયે લોકો ને થયેલ નુકસાની નું વળતર એક મહિનો થવા આવ્યા છતાં હજું સુધી કોઈ વળતર મળ્યું નથી જેમાં પાડણ ગામ ના નાયી કિરણ ભાઈ માદેવ ભાઈ ના નવા નક્કોર મકાન માં ખુબજ નુકસાન થતા ભાંગી પડ્યા હતા અતિવૃષ્ટિ અને પૂર ના કારણે મકાન ને 70 ટકા નુકસાન થતા સરકાર દ્વારા કોઈ હજુ વળતર મળ્યું નથી કિરણભાઈ નાયી માંડ માંડ મજૂરી કરી ગુજરાન ચલાવે છે અને રહેવા માટે બીજું ઘર પણ હાલ માં નથી.ઘણા બધા મકાનો ધરાશાઈ થયા હતા અને ગરીબ લોકો હાલ માં ઘર વિહોણા બન્યા હતા ગામ માં આવા કેટલાય લોકો ને હજુ સુધી મકાન સહાય મળી નથી તેથી પૂરગ્રસ્ત લોકો માં રોષ અને નારાજગી જોવા મળી છે.
*અહેવાલ ઠાકોર નરેશભાઈ સુઈગામ*