*આત્મહત્યા કરવા નિકળેલ યુવતિને બચાવતી 181 ની ટીમ*
એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પ લાઈન પર ફોન કરી જણાવેલું કે તે પોતે એસ. ટી બસ ના ડ્રાઈવર છે અને તેમની બસ મ એક અજાણી યુવતી બેઠી છે અને પોતે આત્મહત્યા કરવા ઘરેથી નિકળી ગઈ છે તેવુ જણાવે છે જેને પગલે 181 અભિયમ મહિલાહેલ્પ લાઇન ના કાઉન્સિલર પૂનમ ભુવા મહિલા જી. આર. ડી વિલાસબેન અને પાઇલોટ સંજયભાઇ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા જ્યાં હાજર એસ. ટી બસ ના ડ્રાઈવરએ યુવતીને સ્થાનિક પોલિસ સ્ટેશન સુરક્ષિત બેસાડી રાખેલ હતી ત્યારબાદ 181 મહિલા હેલ્પ લાઇન ની ટીમે યુવતી સાથે વાત ચીત કરતા યુવતી એ જણાવેલું કે તેઓ ઘણા વર્ષો પેહલા તેમની અભ્યાસ સમયે હોમિયોપેથીક મા એડમિશન લીઘેલ તે સમયે પોતે ખૂબ મેહનત કરી હતી પરંતુ છતા તેમને ઈચ્છિત પરિણામ ન મળ્યું ત્યારબાદ તેમને ફરી વાર બિજા વર્ષે પણ ફરીવાર અથાક મહેનત કરવા છતા પણ તેમને ઈચ્છિત પરિણામ ન મળતા પોતે ખૂબ હતાશ થય ગયા હતા અને પોતે માનસીક બીમારી નો ભોગ બન્યા હતા તે પછી તેઓએ તેની યોગ્ય સારવાર પણ કરાવી અને હજી ડોક્ટરે તેમને 5 વર્ષ સુધી દવા ચાલુ રાખવા નુ જણાવ્યું પરંતુ તેમને હવે દવા લેવી નથી ગમતી તેથી એક વર્ષ થી દવા લેવાનું બંધ કર્યું છે. તેઓના ઘરે તેમજ હાલ જ્યાં જોબ કરે છે ત્યા પણ કોઈ તેને કશુ કહે તો તેના થી સહન થતુ નથી અને તેની મહેનત કોઇ જોતું નથી તેવુ તેમને સતત લાગ્યાં કરે છે જેથી જીવવા માં પોતાને કશો રસ નથી આવુ વિચારી પોતે આજરોજ ઘરે થી કીધા વગર આત્મહત્યા કરવાના વિચારથી નીકળી ગયા હતાં પરંતું રસ્તામાંજ પોતાના પરિવારની ચીંતા થતા ડ્રાઇવર પાસે પોતાના પરિવાર સાથે સંપર્ક કરવા મદદ માંગી હતી.
યુવતિની સમગ્ર વાત સાંભળયા બાદ સૌપ્રથમ યુવતિના પરિવારનોં સંપર્ક કરી તેમની દિકરી હાલ સુરક્ષિત છે અને ઘરે આવવા માંગે છે માટે તેમના પિતાને તેણીને લેવા માટે બોલાવેલ બાદ યુવતિની માનસિક પરિસ્થિ જોતા તેનું યોગ્ય કાઉંસેલીંગ કરી ફરી વાર આત્મહત્યા નો વિચાર ન કરવા તેમજ સમયસર સારવાર લેવા સમજાવી રાજી ખુશીથી ઘરે જવા સમજાવેલ બાદ થોડી રાહ જોતા તેના પિતા તેને લેવા માટે આવેલ જેઓને તેમની દિકરીને સારા ડોક્ટર પાસે સારવાર અપાવવા તેમજ ઘર અને કામની જગ્યાએ તેણીને યોગ્ય વાતાવરણ મળી રહે તો તેણી તેની બીમારી માથી ઝડપથી બહાર આવી શકે જે તરફ તેમનું ધ્યાન દોરી યુવતિને સુરક્ષિત તેના પિતાને સોપેલ જે બદલ તેમના પિતાએ તમામનો આભાર માન્યો હતો.
- રિપોર્ટર:- અસ્લમ ગાહા રાજુલા