
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના જમણાપાદર ગામની નેનાવાસ પ્રાથમિક શાળાના શિક્ષક ની બદલી થતા આખું ગામ ભાવુક થયું ગામલોકોએ હર્ષ ઉલ્લાસ થી વિદાય આપી એમનું સન્માન કર્યું હતું.
વાત છે બનાસકાંઠા જિલ્લાની કે જ્યાં એક પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૫ વર્ષ થી ફરજ બજાવતા શિક્ષક ની બદલી થતા આખું ગામ ભાવુક થઈ ગયું એટલુંજ નહીં શિક્ષક ને વિદાય આપતી વખતે બાળકો સહિત ગામ આખું હીબકે ચડ્યું દ્રશ્યો જોઈ સૌ કોઈ અચ્બ થઇ ગયા વાત છે કાંકરેજ તાલુકાના જમણાપાદર ગામના નેનાવાસ પ્રાથમિક શાળાની આજ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ દેસાઈ જે છેલ્લા ૨૫ વર્ષ થી આજ શાળામાં શીક્ષક તરીકે ની ભૂમિકા ભજવી શિક્ષક અને બાળકો વચ્ચે પ્રેમ અને પરિવાર જેવો ગામજનો સાથે નો નાતો કંઈક અલગ જ કહી ગયો શિક્ષક ધીરુભાઈ દેસાઈની બદલી ની વિદાય વખતે કેમેરા માં કેદ થયેલ દૃશ્યો કંઈક અલગ દેખાયા વિદાય વખતે જાણે શાળા નહીં પરંતુ ઘર છોડી ને જવાનું થયું તેવો અહેસાસ શિક્ષક ને થયો કાંકરેજ ના એક નાનકડા ગામ જમણાપાદર માં આખું ગામ અને બાળકો શિક્ષક ની વિદાય વખતે હીબકે ચડ્યા સમસ્ત ગ્રામજનોએ વિધાર્થીઓ એ શિક્ષક ને હર્ષ ઉલ્લાસ થી વિદાય આપી એમનું સન્માન કર્યું ગામના વડીલો અને સરપંચ ઠાકોર સાકરબેન પણ આ શીક્ષક ની ૨૫ વર્ષ ની કામગીરી બિરદાવી….
અહેવાલ -રામજીભાઈ રાયગોર બનાસકાંઠા
